રાપર તાલુકા ના સુરબાવાઢ સામુહિક હત્યાકાંડ નો આરોપી એલસીબી એ ઝડપ્યો.

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા મા નાશતા-ફરતાં આરોપીને શોધવા માટે જિલ્લા મા પોલીસ તંત્ર ને કામગીરી હાથ ધરવા માટે સુચના આપવામાં આવી છે તે અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ એન.એન.ચુડાસમા તથા ટીમ પેટ્રોલીંગ મા હતી ત્યારે એલસીબી ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ખીમજીભાઇ ઢીલા ને મળેલી બાતમીના આધારે રાપર તાલુકા ના સુરબાવાઢ ગામે 2001 મા સામૂહિક હત્યાકાંડ સર્જાયો હતો જે બનાવ નો આરોપી 2001 થી નાસ્તો ફરે છે તે અંગે ની બાતમી મળતા ટીમ દ્વારા લાકડાવાંઢ ની સીમ મા તપાસ કરી હતી ત્યારે નીચે ના નામ વાળો આરોપી મળી આવ્યો હતો આરોપી ને પકડી ને રાપર પોલીસને સોંપવા મા આવ્યો હતો જે અંગે રાપર પોલીસને
ખીમજીભાઈ રાણાભાઇ ઢીલા, બ.નં.૭૯૮, પોલીસ હેડ કોન્સ્ટેબલ લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓનો વિનંતી રીપોર્ટ કે,
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, આજરોજ પો.હે.કોન્સ. ખીમજીભાઇ ઢીલા રાજેશભાઇ પરમાર તથા રાજદીપસિંહ જાડેજા તથા વિનોદભાઇ પ્રજાપતિ તથા હાજાભાઇ ખટારીયા તથા સંજયસિંહ રાણા તથા પો.કોન્સ. અજયભાઇ સવસેટા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહન .તેમજ એક પ્રાઇવેટ વાહન એમ નાશતાં-ફરતાં આરોપીઓ પકડવા સારૂ પેટ્રોલીગમાં હતા દરમ્યાન અમોને ખાનગી રાહે હકીકત જાણવા મળેલ કે, રાપર પોલીસ સ્ટેશન ભાગ એ ગુન્હા રજીસ્ટર નંબર-૪૮/૨૦૦૧, ઇ.પી.કો.૩૦૨,૩૦૭,૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨)( સુરબાવાઢ હત્યા કાંડ ) વિગેરે મુજબના ગુના કામે નાશતો- ફરતો આરોપી અરજણ રૂપાભાઇ કોલી મુળ રહે.સુરબાવાંઢ હાલે રહે,લાકડાવાંઢ સીમ વિસ્તાર વાળો હાલે લાકડાવાંડ ગામે સીમ વિસ્તારમાં હાજર છે. તેવી હકીકત જાણવા મળતાં મજકુર નાશતાં-ફરતાં ઇસમની તપાસ કરતાં મજકુર સીમ વિસ્તારમાં હાજર મળી આવતાં તેનું નામ-સરનામુ પુછતાં પોતે પોતાનુ નામ અરજણ રૂપાભાઇ કોલી, ઉ.વ.૫૦ મુળ રહે.સુરબાવાંઢ તા.રાપર હાલે રહે.લાકડાવાંઢ તા. રાપર વાળો લાકડાવાંઢ સીમ વિસ્તાર વાળો હાજર મળી આવતાં તેને રાપર પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુન્હા કામેની સમજ કરી મજકુરની મૌખિક પુછપરછ કરતાં મજકુર ઇસમ પોતે ગુન્હા કામે કબુલાત આપતો હોય અને મજકુર ઇસમને સુંદર ગુન્હા કામે અટક કરવાનો બાકીમાં હોય જેથી તેને ગુન્હા કામે અટક કરવા માટે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે આપના પોલીસ સ્ટેશન લઇ આવેલ હોય જે ઇસમનો કબજો સંભાળી લઇ આગળની કાર્યવાહી કરવા વિનંતી છે.