દારૂની મહેફિલ જમાવી દારૂ પિતા ચાર ઈસમોને પકડી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

copy image

copy image

ગાંધીધામ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન ફરતા ફરતા તેઓ બેંકિંગ સર્કલ પાસે આવતા તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, પંજાબ રેડિયેટરની સામે સાઈ કોમ્પ્લેક્સના ધાબા ઉપર ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો દારૂની મહેફિલ જમાવીને દારૂ પીવે છે મળેલ બાતમીની હકીકતની સમજ કરી બાતમીવળી જગ્યાએ પહોચતા દારૂ તેમજ પાણી ની બોટલ અને નમકીન સાથે અમુક ઇસમો કુંડાળું વાળીને બેઠેલ હતા. તેઓની પૂછપરછ કરતાં પોતાની ઓળખ તોતડાતી જીભે જણાવેલ અને  મજકૂર ઇસમોની આખુ  જોતા  નશામાં લાલધુમ તથા હલચલન કરાવતા તેઓ પોતાના શરીરને સમતોલપણું જાળવી શકતા નહોતા. તેમજ તેઓ પાસે પરમીટ માંગતા પરમિટ ના હોવાનું જણાવ્યુ હતું તેઓની અંગઝડતી કરતાં તેમના પાસેથી ૪નગ મોબાઇલ ફોન જેની કિમત રૂ!૫૭,૦૦૦ જપ્ત કરી ઈશમોની અટકાયત કરી પોલીસે ગુના હેઠળ કલમો લગાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે