ભરૂચ રેલવે પોલીસે ચેકીંગ દરમિયાન રૂ.૨૭ લાખ રોકડા સાથે દાહોદના એક ઈસમને ઝડપી પાડ્યો, અંકલેશ્વરના એક વેપારીને રૂપિયા આપવા માટે આવ્યો હતો
રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની ૪૧(૧) ડી મુજબ ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં આ રૂપિયા તે ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો.
આગામી ૭ મી મે ના રોજ લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે જિલ્લામાં કોઈ પણ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ પૂર્ણ થાય તે માટે જીલ્લાની દરેક પ્રવેશ દ્વારોએ વાહન ચેકીંગ સહિત કાર્યવાહી ચૂંટણી વિભાગની ટીમો અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.ભરૂચ રેલ્વે પોલીસ દ્વારા પણ લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ અને ટ્રેનમાં કડક ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં ભરૂચ રેલ્વે પોલીસે પણ શકમંદ પર બાજ નજર રાખી રહી છે.
ગત રોજ ભરૂચ રેલ્વે પોલીસ મથકના પીએસઆઈ જે.બી.મીઠાપરા અને તેમની ટીમના માણસો લોકસભાની ચૂંટણીઓને અનુલક્ષીને અંકલેશ્વર રેલ્વે પ્લેટફોર્મ પર ચેકીંગમાં હાજર હતા તે સમયે હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી ઉતરેલા એક ઈસમ પર શંકા જતા તેને રોકી તેની બેગની તલાસી લેતા તેમાંથી રૂપિયા જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી.પોલીસે તેને ભરૂચ પોલીસ મથક પર લાવી તપાસ કરતા તેની પાસેથી રોકડાં રૂપિયા ૨૭ લાખ મળી આવ્યા હતા.પોલીસે તેનું નામ થામ પૂછતાં તે દાહોદની ઝૂલેલાલ સોસાયટીમાં રહેતો યોગેશ પ્રીતમાણી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તે આ રૂપીયા અંકલેશ્વરના વેપારીને આપવા માટે આપ્યો હતો.જેથી પોલીસે તેના વિરુધ્ધ ૪૧(૧) ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ