કચ્છના અલગ અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ યુવનના મોત તેમજ એક ઘાયલ
પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ અલગ અલગ ત્રણ અકસ્માતમાં ત્રણ યુવનના મોત તેમજ એકને ઇજાઓ પોહચી હતી ભુજ તાલુકાના ખાવડા માર્ગ પર અવાંતરે બનતા અકસ્માતની ઘટનામાં ઉમેરો કરતા વધુ એક જીવલેણ અકસ્માતમાં મૂળ બિહારના 19વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું, ખાવડા ધોરીમાર્ગ પર ટ્રક ચલાવીને જઈ રહેલા યુવકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી આગળ જતી ટ્રકના ઠાઠામાં ઘુસાડી દેતાં યુવાન ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. તેને સારવાર અર્થે ખાવડાની હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અબડાસા તાલુકાના નલિયા પાસે બનેલી માર્ગ અકસ્માતના બનાવમાં ખીરસરાના 30વર્ષીય યુવાને જીવ ખોયો હતો. માંડવી-નલિયા ધોરીમાર્ગ પર બનેલા અન્ય એક બનાવમાં ખીરસરાનો યુવાન સાંજના અરસામાં બાઈક લઈને કોઠારાથી નલિયા બાજુ જઈ રહેલ હતો, ત્યારે એરફોર્સ સ્ટેશન નજીક આવેલા નિર્મલ ફાર્મ પાસે પહોંચતાં ટ્રેઈલરના ચાલકે તેને હડફેટે લેતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. અકસ્માત સર્જનારો ટ્રેઈલરચાલક વાહન છોડી નાસી ગયો હતો. કોઠારા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજીબાજુ રાપર તાલુકાના કાનમેર પાસે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું તત્કાળ મોત નીપજ્યું હતું, ગાંધીધામ બ્યૂરોના હેવાલ અનુસાર , કાનમેર પાસે માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 25ના સાંજે 5.30ના અરસામાં બનેલ હતો. ફરિયાદી અને હતભાગી યુવાન મોગલધામ દર્શન કરીને પરત પાલનપુર જતા હતા . ત્યારે મૃતક આરોપી ગાડી પૂરઝડપે ચલાવી વાહનને ઓવરટેક કરવા ગયો હતો. આ દરમ્યાન કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. યુવાનનું તત્કાળ મોત નીપજ્યું હતું, જ્યારે સવાર યુવાનને ઈજાઓ પહોંચી હતી.