માંડવી તાલુકાના ગોડીયાસર ગામે બે યુવાનો ગામની રૂકમાવતી નદી માં ડૂબી જવાથી મોતને ભેટ્યા…
પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ…
માંડવી તાલુકાના ગોડીયાસર ગામની રૂકમાવતી નદી માં બે યુવાનોના ડૂબી જવાની ઘટનાથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. હરેશ કાના રબારી ઉંમર વર્ષ 18 અને ઈશ્વર રાઘા રબારી ઉંમર વર્ષ 15 બંને જણા ગામની નદીના પાણીમાં નાહવા માટે ગયા હતા. જ્યા નદીના ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબવા લાગ્યા હતા સ્થાનિક લોકોએ બને યુવાનોને નદીના પાણીમાંથી બહાર કાઢી માંડવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ બને યુવાનોને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.