ભારતીય કોસ્ટગાર્ડની દરિયામાં મોટી કાર્યવાહી પોરબંદર દરિયામાં ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાની પકડાયા ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડનું ઓપરેશન થયું સફળ
ભારતીય કોસ્ટગાર્ડની દરિયામાં મોટી કાર્યવાહી પોરબંદર દરિયામાં ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાની પકડાયા ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડનું ઓપરેશન થયું સફળ ત્યારે કુલ રૂા. 602 કરોડનાં ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પોરબંદરના દરિયામાંથી પાક બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો આવતો હોવાની માહિતીનાં પગલે કોસ્ટગાર્ડ અને એનસીબીનો સ્ટાફ સતર્ક બન્યો હતો અને આ ઓપરેશન પાર પાડવા માટે ભારતીય કોસ્ટગાર્ડનાં જહાજો અને વિમાન સમવર્તી મિશન પર તૈનાત કરવામાં આવ્યાં હતાં અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું જહાજ રાજરતન, જેમાં એનસીબી અને એટીએસના અધિકારીઓ જોડાયા હતા અને દરિયામાં રાત દરમ્યાન હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં પાક બોટને ઝડપી લઈ તલાસી લેવામાં આવતા પાકની ફિશિંગ બોટમાંથી રૂા. 600 કરોડનો 78 પેકેટમાંનો 86 કિલો હેરોઇનનો જથ્થો મળી આવતાં કબજે કર્યો હતો અને પાક બોટમાં રહેલા 14 ક્રૂ પાકિસ્તાનીને ઝડપી લીધા હતા. કોસ્ટગાર્ડ અને એનસીબી તેમજ એટીએસના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પકડાયેલા 14 પાકિસ્તાનીને પોરબંદર ખાતે લાવી 14 પાકિસ્તાનીની જુદા-જુદા અધિકારીઓ દ્વારા પૂછતાછ હાથ ધરવામાં આવી હતી તેમજ પોરબંદર એસઓજી દ્વારા પણ આ પાકિસ્તાનીઓની ક્રોસ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાનું નામ ખૂલે તેવી શક્યતા જણાવાઈ રહી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે કહ્યું હતું કે, કોસ્ટગાર્ડ અને એટીએસ અધિકારીઓએ બહાદુરીથી ઓપરેશન પાર પાડયું. કોસ્ટગાર્ડના એક અધિકારીએ ગોળીબાર કરવો પડયો હતો. પછી પાકિસ્તાનીઓ શરણે આવ્યા હતા.