નખત્રાણા પોલીસે ગામની ઘરફોડી અને ભડલીમાં એરંડાની ચોરીના ભેદ ઉકેલાયા…..
નખત્રાણા પોલીસે ગામની ઘરફોડી અને ભડલીમાં એરંડાની ચોરીના ભેદ ઉકેલાયા . નખત્રાણાના નવાનગરમાં બે દિવસ પૂર્વે રાતે ઘરના તાળા તોડી કબાટની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂા. 84,900ના મુદ્દામાલની ચોરી કરનારા આરોપી ને નખત્રાણા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી ના મુદામાલ સાથે ઝડપી આ ઘરફોડીનો ભેદ ઉકેલ્યો છે
તેમજ ભડલી ગામની સીમતળમાં એક શખ્સની વાડીમાં પડેલા એરંડા કિં. રૂ. 75 હજારના માલની ચોરી થતા કરાયેલી ફરિયાદ અરજી બાદ પોલીસ તંત્રે આરોપીને ભરેલ ટેમ્પામાં મુદામાલ સહિત પોલીસ તંત્રે પકડી પાડયો હતો. ચોરીના મુદામાલ સાથે પકડાયેલા ટેમ્પાનો માલિક હોવાનું સામે આવ્યું છે.