ધીંગાણામાં ગલીમાં વાહન ધીમા ચલાવાના સામાન્ય મુદ્દે   એસિડથી હુમલો  

COPY IMAGE

COPY IMAGE

 શહેરના સરપટ નાકા બહાર ગલીમાં વાહન ધીમા ચલાવાના સામાન્ય મુદ્દે થયેલ ઝઘડા બાદ લગ્નપ્રસંગ વચ્ચે બે પરિવારના ધીંગાણામાં એસિડથી થયેલા હુમલા થકી બનાવ વધુ ગંભીર બન્યો હતો. આ ઝઘડામાં કુલે 12 જેટલા ઘાયલ થયા હતા, જેમાં ત્રણથી ચાર લોકો એસિડથી દાઝ્યા હતા. બન્ને પક્ષે સામ-સામી ફરિયાદ નોંધાવી છે. સરપટ નાકા બહાર મોલુવાળી મસ્જિદ પાછળ ભગતવાડીમાં રાજ ફર્નિચર પાસે સવારના  અરસામાં સર્જાયેલા આ ધીંગાણા અંગે બી-ડિવિઝન પોલીસ મથકે શખ્સએ નોંધાવેલી ફરિયાદ અનુસાર  તેમનાં ઘરે નાના ભાઈનો લગ્નપ્રસંગ હોઈ ઘેર સગા-સંબંધીઓ આવ્યા હતા.તે  દરમ્યાન શિવનગરમાં રહેતો આદમ  ઈલેક્ટ્રિક સ્કુટર પૂરઝડપે ચલાવી બેથી ત્રણ વખત પસાર થતાં ફરિયાદીએ  તેને ઊભો રખાવી જણાવ્યું કે, અમારા ઘેર લગ્નપ્રસંગ છે, જેથી મહેમાન અને બાળકો પણ છે, જે બહાર રમતા હોવાથી સ્કુટર ધીરેથી ચલાવવાનું કહેતાં આદમ ઉશ્કેરાઈ ગયો અને ગાળા-ગાળી કરતાં ફરિયાદી વચ્ચે આવી આદમને સમજાવી ઘેર મોકલી દીધો હતો. આ બનાવ બાદ દસેક મિનિટ પછી ઘરના સભ્યો આંગણામાં બેઠા હતા, ત્યારે આરોપી  અને તેના પિતા  અને ભાઈ  તથા તેના કાકા  અને અન્ય ચાર-પાંચ જણ લાકડાનો ધોકો, ટામી અને પ્લાસ્ટિકનો જગ અને ડોલમાં જલદ પ્રવાહી લઈ આવ્યા હતા. આરોપીઓએ રોડ તમારા બાપનો નથી કહીને ઝઘડો કર્યો હતો. ડોલ અને જગમાંથી પ્રવાહી પરિવારના સભ્યો પર ફેંકતા બળતરા થવા લાગી હતી. આ બાદ ધોકો અને ટામી વળે ફરિયાદીના પરિવાર પર આરોપીઓએ માર માર્યો હતો. આ બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એસિડ જેવો આ જલદ પ્રવાહી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. આ બનાવમાં  પરિવારમાંથી 12 લોકો  ઘાયલ થયા હતા, જેમાં ત્રણથી ચાર જણા જલદ પ્રવાહીથી દાઝ્યા હતા. બીજી તરફ આ જ બનાવ અંતર્ગત પ્રતિફરિયાદીએ નોંધાવી હતી, જેમાં ફરિયાદી સાથે ટુ-વ્હીલર બાબતે ઝઘડો કરી માર મારતાં બાદમાં ફરિયાદી તથા સાહેદો ઠપકો આપવા જતાં આરોપીઓ એ લોખંડના સળિયા, કુહાડી તથા ધોકા વડે માર મારતાં ફરિયાદી અને બીજા વ્યક્તિઓ ઘાયલ થયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમાં એક શખ્સને ટાંકા તથા અન્યોને શારીરિક ઇજા પહોંચી હતી. આ બનાવમાં બંને પક્ષના ઘાયલો સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. બનાવના સમાચાર વાયુવેગે પ્રસરતાં હોસ્પિટલમાં પણ સંબંધિતો મોટી સંખ્યામાં એકત્ર થતાં પોલીસ પણ હોસ્પિટલ આવી પહોંચી હતી અને મામલો વધુ ન વણસે તે માટે તકેદારીનાં પગલાં લીધાં હતાં. બી-ડિવિઝને બંને પક્ષની ફરિયાદો વિવિધ કલમો તળે નોંધી કાર્યવાહી હાથ ધરી છે.