મુંબઇના દીવા અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પડી જવાથી કચ્છી યુવતીનું મોત

copy image

copy image

માંડવી તાલુકાના મસ્કા ગામ વાડીવિસ્તારના અને ડોમ્બિવલીમાં વર્ષોથી વસવાટ કરતા શખ્સ મોતાની સંતાનમાં ત્રણ દીકરી પૈકીની સૌથી નાની દીકરી  નું સેન્ટ્રલ મુંબઇના દીવા અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પડી જવાથી મૃત્યુ થતાં કચ્છી સમાજમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી અને કરુણ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં કચ્છી રાજગોર સમાજમાં શોકનું માહોલ જોવા મળ્યો  હતો  અને મૃતકની ડોમ્બિવલીમાં નીકળેલી સ્મશાનયાત્રામાં સમાજ અગ્રણીઓએ જોડાઇને પરિવારને સાંત્વના આપી હતી મુંબઇથી મળેલી જાણકારી પ્રમાણે સ્નાતક સુધી ભણેલી દીકરી  સવારના આરસામાં  લોકલ ફાસ્ટ ટ્રેનમાં થાણાએ નોકરીએ જવા માટે ટ્રેનમાં ગળદીનાં કારણે દરવાજા પાસે ઊભી હતી અને ટ્રેન રવાના થયા પછી દીવા અને કોપર સ્ટેશન વચ્ચે દરવાજા પાસે ઊભેલી યુવતી નું કોઇ કારણસર દરવાજાના હેન્ડલથી હાથ છૂટી જતાં ચાલુ ટ્રેને પડી ગઇ અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુને ભેટી હતી.આ  બનાવ   સવારના  આરસા માં બન્યો હતો.  મોટી બે બહેન પરિણીત છે, જ્યારે મૂતક  અપરિણીત હતી. મૂતક ના પિતા સામાન્ય કાપડની દુકાનમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીનાં અવસાનથી પરિવાર ઉપર દુ:ખનું આભ ફાટી પડયું હતું.