મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા માટે પૈસા ન મળતાં પિતાએ પુત્રને છરી મારી
સૂત્રો દ્વ્રારા મળતી માહિતી અનુસાર નોંધાવેલ ફરિયાદ અનુસાર આદિપુરમાં ઓમ મંદિર પાછળ મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા માટે પૈસા ન મળતાં પિતાએ પુત્રને છરી મારી હતી. . ફરિયાદી યુવાનના પિતા દારૂ પીવાની ટેવવાળા હોઈ વારંવાર દારૂનો નશો કરી ઘરે આવી બધા સાથે ઝઘડો કરી મારામારી કરતો હતો. ગત તા. 27/4ના આરોપી પોતાની પત્ની સાથે ઝઘડો કરી નીકળી ગયો હતો. બાદમાં બપોરે પરત આવી દારૂ પીવા પૈસા માગ્યા હતા. પૈસા ન હોવાથી તેમની પત્નીએ પૈસા આપવાની ના પાડતાં તેણે પોતાની પત્ની સાથે ઝઘડો, ઝપાઝપી કરી હતી ત્યારે ફરિયાદી યુવાન વચ્ચે આવી સમજાવવા જતાં ઉશ્કેરાયેલા તેના પિતાએ છરી કાઢી પોતાના દીકરાની પીઠમાં ભોંકી દીધી હતી. ઘવાયેલા યુવાનને લોઈલુહાણ હાલતમાં પ્રથમ આદિપુર, બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.