મહુવા ખાતેથી ઘરફોડ તસ્કરીના શખ્સને પકડી લેતી એલસબી

ભાવનગર, એલ.સી.બી. ટીમનાં માણસો મહુવા ગ્રામ્ય વિસ્તાનરમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યામન પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયાને બાતમી રાહે હકિકત મળેલ કે, મહુવા ભાદ્રોળ ઝાપા નજીક  એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભો રહી પોતાની પાસેના મોબાઇલ ફોન વેચવાની કોશિષ કરી રહયો છે. જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર જઇ વેરફાઇ કરતા શખ્સ હાજર મળી આવતા તુરતજ તેને ઝડપી તનું નામ સરનામું પુછતા રાજુભાઇ જેરામભાઇ ચૈાહાણ ઉવ.૩૨ રહે. મહુવા વાણંદ શેરીવાળાને ઝડપી તેની પાસેના હોનર કંપનીનો મોબાઇલ કિંમત રૂ. ૬,૦૦૦ બાબતે પુછપરછ કરતા મજકુર સંતોષ થાય તેવો ખુલાસો નહી કરતા અને આઘાર પુરાવા રજુ નહી કરતા સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કાર્યવાહી અર્થે જપ્ત કરેલ અને સી.આર.પી.સી. ૪૧(૧) ડી. મુજબ ઘોરણસર ધરપકડ કરી વિશેષ પુછપરછ કરતા મજકુરે આજથી આશરે ચાર મહિના અગાઉ મહુવા નુતનનગરમાં આવેલ એક રહેણાક મકાનમાંથી તસ્કરી કરેલાની કબુલાત આપતા જે અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાયેલ છે.


















Leave a Reply

Your email address will not be published. Required fields are marked *