જૂનાગઢમાંથી વિદેશી શરાબની ૪૨ બોટલ પકડી લેતી ક્રાઇમ બ્રાંચ

જૂનાગઢ રેન્જનાં પોલીસ અધિક્ષક એસ.જી. ત્રિવેદીની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં સીધા માહિતી  હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી-જુગારની બદી નેસ્તનાબુદ કરવા તથા આગામી ચૂંટણી અનુસંધાને કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જુનાગઢ ક્રાઇમ બ્રાંચના ઇ.ચા. પોલીસ ઇન્સ. આર.કે. ગોહિલ સા. તેમના પોલીસ ટીમ સાથે જૂનાગઢ શહેર વિસ્તારમાં કો.ના.રા. સબબ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સબ. ઇન્સ. એન.બી. ચૌહાણ તથા પો.કોન્સ. ધર્મેશભાઇ સુરસિંહભાઇ વાઢેળને સંયુકત રીતે ખાનગી રાહે હકીકત મળેલ કે, જુનાગઢ પ્રદિપના ખાડિયામાં સમાધી સ્થળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઉતારે છે જે હકીકત આધારે પોલીસ ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા નંબર વગરના અશોક લેલન લાઇટ વાહનમાં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની પેટી નંગ-૪૨ બોટલ નંગ ૫૦૪ કિંમત રૂ. ૨,૦૪,૭૨૦ તથા વાહન મળી કુલ કિંમત રૂ. ૬,૦૪,૭૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની તપાસ થવા સારૂ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો.ઇન્સ. આર.કે. ગોહિલ તથા પો.સ.ઇ. એન.બી ચૌહાણ એ.એસ.આઇ. એસ.એચ.ગઢવી, પો.હેડ કોન્સ. વી.એન. બડવા, એચ.વી.પરમાર, બી.કે. સોનારા તથા પો.કો. દાનાભાઇ જીણાભાઇ, ઇન્દ્રજીતસિંહ ઝાલા, સાહિલ સમા, યશપાલસિંહ જાડેજા, જીતેશ મારૂ, વિપુલસિંહ રાઠોડ, કનકસિંહ ગોહિલ, પ્રવિણભાઇ બાબરીયા, ડાયાભાઇ કરમટા, દિવ્યેશભાઇ ધીરજલાલ તથા પો. અધિ.સા. પ્રોહિ તથા જુગાર સ્કવોડના ધર્મેશભાઇ સુરસિંહભાઇ વગેરે પોલીસ ટીમએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
















Leave a Reply

Your email address will not be published. Required fields are marked *