રાપરના ટગામાંથી બંદુક પકડાઈ


રાપર : તાલુકાના ટગા ગામેથી પોલીસે પૂર્વ બાતમીના આધારે દેશી બનાવટની પરવાના વગરની બંદુક સાથે ઝડપી લીધો હતો. પોલીસ સુત્રોના વિગતો મુજબ રેન્જ આઈજી ડી.બી. વાઘેલા તથા પૂર્વ કચ્છ એસ.પી. પરિક્ષીતા રાઠોડ અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોહિલની સૂચનાથી આડેસરના પીએસઆઈ વી.જી. લાંબરિયા તથા સ્ટાફ રાજેશભાઈ દેદાદરિયા, ડુંગરભારથી ગોસ્વામી, મોહનભાઈ પટેલ, કીર્તિસિંહ તથા નિકુલકુમાર વગેર ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે ટગા ગામે રાઉમા વાસમાં રહેતા સુલેમાન ઓસમાણ રાઉમાને પકડી પાડ્યો હતો. તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે વગર લાયસન્સ વાળી હાથ બનાવટની સિંગલ નાળ દેશી બનાવટ મજર લોડ બંદુક કિંમત રૂ. ૧૦,000  જપ્ત કરી હતી. શખ્સએ બંદુક કયાંથી મેળવી હતી તેનો કયા હેતુમાં ઉપયોગ કરતો હતો તે જાણવા રિમાન્ડ મેળવવા તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *