ભુજમાં આંકડાનો જુગાર રમાડતા એક ઇસમને આર આર સેલે ઝડપી પાડ્યો હતો. પોલીસે રાત્રિના અરસામાં આ તપાસ વાણીયાવાડ વિસ્તારમાં આવેલ શંકર લોજ પાછળની ગલીમાં કરી હતી. પોલીસની કાર્યવાહી અબ્દુલ રહીમ મામદ વાડીયા નામનો ઈસમ આંકડાનો જુગાર રમાડી રહ્યો હતો. જેને આર આર સેલની ટીમેએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. કાર્યવાહીમાં એવું ખુલવા પામ્યું હતું કે, અબ્દુલ ઈબ્રાહીમ ચંગલ નામના અન્ય એક બુકીનો સાગરીત છે, તેના કબજામાંથી 2,060 રૂપિયા રોકડા અને એક મોબાઈલ કિંમત રૂપિયા 500 એમ કુલ 2,560 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આર આર સેલે શખ્સને એ ડિવિઝન સ્ટેશને સોંપી કાયદેસરની ફરિયાદ નોંધણી કરાવી હતી.