વિદેશી શરાબ ભરેલી મારુતિવાન તથા મારુતિ-800 ઝડપી પાડતી એલ.સી.બી

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી શરાબ ભરેલી મારુતિવાન તથા મારુતિ-800 ઝડપી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ શેજુળ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓની માહિતી હેઠળ શ્રી એન.એન. પરમાર, પ્રો.પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી સ્ટાફના પ્રવીણભાઈ, પ્રવિણસિંહ, કુલદીપસિંહ,ભગાભાઈ, મિલનદાન, નિકુલસિંહ, શિવાભાઈની ટીમેં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચડોતર પુલ પાસે  વાહન ચેકીંગમાં હતા દરમ્યાન ડીસા તરફથી એક મારૂતિવાન અને તેની પાછળ રસ્સાથી બાંધેલ મારૂતિ-૮૦૦ આવતાં ઉભી રખાવતા ચેતનભાઇ ડાહયાભાઇ છાયા, કાનાભાઇ લખમણભાઇ માણેક બંને રહે.ગોકુલનગર સાયોનારા વાડી ગલી, જામનગરવાળાઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાની કબજાની મારૂતિવાન નંબર જીજે ૦૫ સીએચ ૮૭૦૬ તથા મારૂતિ-૮૦૦ નંબર જીજે ૦૫ સીએ ૭૮૦૪ માં વગર પાસ પરમીટે ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી શરાબ/બીયરની બોટલો નંગ-૧૦૯ કુલ કિંમત રૂ.૩૪,૫૫૦ તથા મારૂતિવાન/ મારૂતિ-૮૦૦ બંને કારની કિંમત રૂ.૧,૦૦,૦૦૦ તથા બે મોબાઇલ ફોન કિંમત રૂ.૧૦૦૦ તથા રસ્સો નંગ-૧ કિંમત રૂ.૧૦૦ મળી કુલ મુદૃામાલ કિંમત રૂ.૧,૩૫,૬૫૦ નો રાજસ્થાના જેતાવાડા ગામના ગણપતસિંહ ચંદનસિંહ રાજપુતના ઠેકા ઉપરથી ભરી લાવી હેરાફેરી કરતાં એક શખ્સ  ઝડપાઇ જઇ અને બીજો શખ્સ નાસી જઈ ગુનો કરેલ હોઈ જેની વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન  પ્રોહિબિશન એકટ હેઠળ તપાસ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *