Skip to content
રાજકોટ : ગોંડલના કોલીથડ ગામે વાડીમાં ચાલતા જુગારના હાટડા પર એલ.સી.બી.એ. દરોડો પાડીને જુગાર રમતા ૭ ઇસમોને ર.૬૮ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા. રૂરલ એસ.પી.બલરામ મીનાનાએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ જે સુચના અન્વયે એલ.સી.બી.આર.આર.ના પો.ઇન્સ એમ.એન. રાણા તથા પો.સબ ઇન્સ. એચ.એ.જાડેજાની સુચનાથી એચ.સી. રવિદેવભાઇ બારડ, એચ.સી. અનીલભાઇ ગુજરાતી, પી.સી.જયેન્દ્રસિંહ વાઘેલા, પી.સી. પરાક્રમસિંહ ઝાલા, પી.સી. મનોજભાઇ બયલએ મળેલ બાતમી આધારે ગોંડલ તાલુકાના કોલીથડ ગામે ગોપાલભાઇ રણછોડભાઇ સાવલીયાના કબજા-ભોગવટા દેખરેખીની વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત ઇસમોને પકડી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલ ઈસમમાં રમેશ રત્નાભાઇ વાછાણી, રહે.માંડવીયા શેરી કોલીથડ, પરસોતમ દેવરાજભાઇ વીરડીયા, રહે.હડમતાળા, આંબલીયાળા રોડ, વિઠ્ઠલ કરસનભાઇ હદવાણી રહે. કોલીથડ, માંડવીયા શેરી, હસમુખ મોહનભાઇ બાણગરીયા, રહે. કોલીથડ માંડલીયા, રમેશ ડાયાભાઇ હાંસલીયા રહે. કોલીથડ માંડલીયા શેરી, નરોતમ લાલજીભાઇ ત્રાડા, રહે. ગરનાળા તથા જમન છગનભાઇ અઘેરા, રહે. વેજાગામને રોકડા રૂપિયા ૮૭,૯૭૦ તથા મોબાઇલ ફોન નંગ ૭ કિંમત ૧૧,૦૦૦ વાહન નંગ ૭ કિંમત રૂ. ૧,૭૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિંમત રૂ.ર.૬૮,૯૭૦ સાથે પકડી લીધા હતા. આ દરોડા દરમ્યિાન વાડીમાલીક ગોપાલ રણછોડભાઇ સાવલીયા મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.