Skip to content
રાજ્યમાં દારૂબંધી પર અંકુશ રાખવાના સરકારના આદેશથી સ્ટેટ મોનીટરીગ સેલને મળેલી ચોકકસ બાતમીને આધારે મુળીના શેખપર ગામે ગરાસીયા શંકુના મકાનમાં રેડ પાડતા 700 ચપલા વિદેશી શરાબ મળી આવતા પોલીસે 70,000 ની મત્તા જપ્ત કરી રેડ દરમ્યાન નાસી જનાર ગરાસીયા શંકુને પકડી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ સુત્રોની વિગતો મુજબ મુળી તાલુકાના શેખપર ગામે હિતુભા સબળસિંહ પરમાર નામના ગરાસીયા શંકુએ વિદેશી શરાબનો જથ્થો ઉતાર્યો હોવાની ચોકકસ બાતમીને આધારે સ્ટેટ મોનીટરીગ સેલના પીએસઆઈ રામાણી, જમાદાર જયુભા પરમાર, મહમદભાઈ, જયસુખભાઈ, લક્ષ્મણભાઈ સહિતના સ્ટાફે રેડ પાડતા ઘરમાંથી 700 ચપલા વિદેશી શરાબના મળી આવતા પોલીસે તે જપ્ત કરી હિતુભા પરમારને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.