આગાવાડા ગામેથી ઘાસમાં છુપાવેલો દારૂ પકડાયો

કતવારા પોલીસે ગત બપોરના અરસામાં આગાવાડા ગામે એક બુટલેગરના રહેણાંક ઘરના આગળના ભાગે ઘાસ-ગોતાના ઢગલાઓમાં છુપાવી રાખેલ વિદેશી દારૂ તથા બીયરની રૂ. ૩૫,૨૦૦ની કિંમતની બોટલ નંગ ૩૭૬ પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ કતવારા પોલીસની ટીમે આગાવાડા ગામે બુટલેગર વિકેશ હરજી ગુંડીયાના રહેમાંક ઘરમાં પ્રોહી. દરોડો પાડી ઘર આગળના ભાગે કરેલા ઘાસ અને ગોતાના ઢગલાઓમાં તલાસી લીધી હતી તથા ઢગલાઓમાં છુપાવીને મુકી રાખેલ રૂ. ૩૧,૨૦૦ની કુલ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલ ૩૭૬ પકડી પાડી જપ્ત કરી હતી. જ્યારે બુટલેગર વિકેશ ગુંડીયા ઘરે હાજર ન હોવાથી પોલીસે તેને ઝડપી શકી ન હતો. આ સંબંધે કતવારા પોલીસે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *