Crime તળાજામાં બે જીનીંગ એક પીનટ બટર ફેક્ટરીમાંથી રૂ. ૪.૨૮ લાખની તસ્કરી 6 years ago Kutch Care News તળાજાના મહુવા રોડ આવેલ એક જીનીંગ ફેકટરી અને પાલીતાણા રસ્તા પર આવેલ અન્ય એક જીનીંગ તથા એક પીનટ બટર ફેકટરી મળી કુલ ત્રણ ફેકટરીઓમાં તસ્કરો ત્રાટકી રોકડ રકમ સહિત મોબાઈલ, ગેસનો બાટલો મળી કુલ રૂ. ૪.૨૮ લાખની મતા તસ્કરી ગયાની ફ્રરિયાદ નોંધાવી છે. તળાજાના વાવચોક વિસ્તારમાં પખવાડિયામાં મોબાઈલ શોપમાં હાથ ફેરો તસ્કરો કરી ગયાની ઘટના તાજી છે. તળાજા નાગરિક બેન્કમાં ગેસના બાટલાઓ લઈને તિજોરી કાપવાના આશય થયેલ તસ્કરીનો પ્રયાસ કરનારા તસ્કરોને પોલીસ પકડી શકવામાં નિષ્ફ્ળ રહી છે ત્યારે આજે ફ્રીને ત્રણ ફેક્ટરીઓમાં તસ્કરો ત્રાટકયાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ પાલીતાણા રસ્તા પર આવેલ સીંગદાણાની સુપર ન્યૂટ્રી ફૂડ્ઝ ફેકટરીના ભાગીદાર માલિક અલીરજા મુસ્તાકઅલી નુરાનીએ લખાવેલ ફ્રરિયાદમાં જણાવ્યું કે, ફરિયાદીએ ગતરોજ બેન્કમાંથી રૂપિયા આઠ લાખ ઉપાડી મજૂરોને પગાર, મબેનતાણું ચુકવ્યા બાદ રૂ.૩,૭૦,૦૦૦ રોકડા ફેક્ટરીની ઓફ્સિના ખાનામાં રાખેલ હતા. જે ગત રાત્રીના અરસામાં દરમિયાન તસ્કરોએ ઓફિસનું તાળું તોડી ઓફ્સિના મુખ્ય અને અંદરના દરવાજાના તાળાં તોડી રોકડ તથા એક મોબાઈલ,ન્ઁય્ ગેસનો ખાલી બાટલો એક મળી કુલ ૩,૭૩,૦૦૦ની મતા તસ્કરી ગયાની ફ્રરિયાદ લખાવી છે. કાર્યવાહીમાં ગયેલ પો.સ.ઇ સીસોદીયા,હરદેવસિંહ ગોહિલ,રમેશભાઇને પ્રાથમીક તપાસમાં અહીંના સીસીટીવી કેમેરામાં બે તસ્કરો હોવાનું કેદ થયેલ જોવા મળેલ. જેમાં એક બુકાની ધારી, લાલ કલરનું ટીશર્ટ મંકીવોશ જીન્સ પહેરેલ હોવાનુ પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે તો,અન્ય એક ઘટનાની વિગત એવી છે કે, પાલીતાણા રસ્તા પર આવેલ શિવશક્તિ જીનીંગ ફેકટરીની ઓફ્સિના તાળા હત જ તોડી કોઇ અજાણ્યા તસ્કરોએ નકુચો તોડી અંદર પ્રવેશી રોકડા ૫૫,૦૦૦ની તસ્કરી કરી ગયા હતા. જીનીંગ ફેકટરીના સંચાલક જગતભાઈ કથડભાઈ જીજાળાએ પોલીસને ફ્રરિયાદ આપતા તસ્કરો રાત્રીના અરસામાં સમય પૂર્વે તસ્કરી કરી નાસી ગયો હાવેાની શંકા વ્યકત કરી હતી તો, ચોરીના ત્રીજા બનાવમાં મુહવા રસ્તા પર આવેલ ચામુંડા જીનીંગ ફેકટરીમાં તસ્કરો ત્રાટકયા હતા અને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં તસ્કરો નિષ્ફ્ળ રહ્યા હતા જો કે, તસ્કરો ટ્રેકટરમાં રહેલ ડીઝલ તસ્કરી ગયા હતા. તેમ જીનીગ ફેકટરીના માલિક ટીણાભાઈ શેઠે પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યું હતું જો કે આ તર્કરી અંગે સતાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ધુળેટીએ રિપેરીંગના બહાને રેકી,ઔમોબાઈલ નંબર પણ દેતા ગયા હતા પાલીતાણા રસ્તા પરની જીનીંગ અને પીનટ બટરની ફેકટરીના માલિકોએ તપાસમાં ગયેલ પોલીસને જણાવેલ કે ધુળેટીના પર્વે જીનીગ ફેકટેરીમાં શટર રીપેર કરવાના બહાને એક વ્યક્તિ આવેલ.એવો જ વ્યક્તિ પીનટ બટર ફેકટરીમાં ખુરશી રીપેર કરવાના બહાને આવ્યો હતો અને સંભવતઃ આ કિસ્સામાં તસ્કરોએ રિપેરીંગના નામે રેકી કરી હોવાની તેમણે આશંકા વ્યકત કરી હતી. જો કે આ લોકો મોબાઇલ નંબર આપતા ગયા હોવાથી પોલીસે તે નંબરના આધારે કાર્યવાહી આગળ શરૂ કરી છે. Continue Reading Previous આગાવાડા ગામેથી ઘાસમાં છુપાવેલો દારૂ પકડાયોNext કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક શખ્સનું મૃત્યુ : ત્રણને ઇજા More Stories Breaking News Crime Kutch ભારતનગરમાં સોનલનગરના બંધ મકાનમાંથી દાગીના તેમજ રોકડ સહિત કુલ 2 લાખની તસ્કરી થતાં ચકચાર 56 mins ago Kutch Care News Breaking News Crime Kutch સગીરાની છેડતી કરનાર યુવાનના પિતાએ દીકરાને સમજાવવાના બદલે ફરિયાદી પરીવાર સાથે જ કર્યો ઝગડો : પિતા-પુત્રને કરાયા જેલના હવાલે 1 hour ago Kutch Care News Breaking News Crime Kutch ટક્કર માર્યા બાદ કારચાલક પર હુમલો 4 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.