ખેડા: રઢુ ગામેથી જુગાર રમતા કુલ ૩ શખ્સોઓને પકડી પાડતી LCB
પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદે આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને દારૂ-જુગારની પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા માટે જીલ્લા પ્રોહિ-જુગારના લિસ્ટેડ બુટલેગરો ઉપર અવારનવાર દરોડા પાડી તેમજ જીલ્લામાં આવેલ ફાર્મ હાઉસ-ગોડાઉનોને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અવાર-નવાર ચેક કરી પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હતી. આ અનુસંધાને આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ. એલ.સી.બી ખેડા-નડીયાદની સુચના મુજબ ગત તા.૨૫/ ૦૩/ ૧૯ના રોજ એલ.સી.બી. ટીમ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રઢુ ગામે કબીર મંદિર નજીક જાહેરમાં આંક ફરકનો પૈસાથી હારજીતનો આંકડાનો જુગાર રમતા કુલ ૩ શખ્સો મુકેશભાઇ શ્યામજીભાઇ પગી રહે.રઢુ ઇન્દીરાનગરી તા.જી.ખેડા, ભીખાભાઇ આત્મારામભાઇ સોલંકી રહે. સુરસંગ મુખીનુ ફળીયું રઢુ તા.જી.ખેડા, રવિન્દ્રભાઇ વિક્રમભાઇ સિસોદીયા રહે. સુરસંગ મુખીનુ ફળીયું રઢુ તા.જી.ખેડાને પકડી પાડયા હતા. પોલીસે આ ત્રણેય શખ્સોની અંગ જડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૧૪,૪૩૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ કિંમત રૂ.૫૦૦ તથા આંકડા લખેલ સ્લીપ બુક, કાર્બન પેન વગેરે મળી કુલ રૂ.૧૪,૯૩૦ ના જુગાર રમવાના સાધનો જપ્ત કરીને ત્રણેય શખ્સો વિરૂદ્ધ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન જુગારાધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી ખેડા ટાઉન પોલીસ કરી રહી છે.