વડોદરા કલાલીથી તલસર ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં ચાલતી નવી કન્સ્ટ્રક્શન સાઇટ વાળી જગ્યામાં વિદેશી શરાબનો જથ્થો ઉત્તરાયણમાં ઉતારવામાં આવ્યો હતો. જે કેસમાં બુટલેગરોની અટક કરી ડીસીબી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. આ બાબતે વિગત એવી છે કે, ગત ૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણ નિમિત્તે વડસરના અજય નથ્થુભાઇ ભાલીયાએ મંગાવેલા ૭.૨૦ લાખ રૂપિયાનો વિદેશી શરાબ પોલીસે પકડી પાડયો હતો. આ ગુનામાં સામેલ વધુ ચાર શખ્સઓની ડીસીબી પોલીસે અટક કરી વધુ કાર્યવાહી માટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેમાં કમલેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઇ ડાવર (રહે. સેફ્રોન બેસ્તાક આજવા રોડ), યશ મહેશભાઇ ચાવલા (રહે. સીંધુપાર્ક સોસાયટી વારસીયા), મનિષ નારાયણદાસ લુલ્લા (રહે. હરિસેવા સ્કૂલની સામે વારસીયા) અને હરેશ ઉર્ફે હરિ ચંદ્રકાંતભાઇ બ્રહ્મક્ષત્રિય (રહે. સંતકંવર કોલોની વારસીયા) નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ચારેય શખ્સોઓ બુટલેગર છે. અને પહેલા પણ તેમની સામે ગુનાઓ નોધાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.