વાગરાના પાલડી બસસ્ટેન્ડ નજીકથી વાગરા પોલીસ પખાજણ ઓ.પી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી. કે વ્હાઇટ કલરનો છોટા હાથી ટેમ્પો જીજે 06 ઝેડઝેડ 7784 લોખંડની પાઈપના ટુકડા ભરીને મુલેર થી આમોદ તરફ જઇ રહ્યો છે. આ ટેમ્પાને પાલડી બસ સ્ટેન્ડ નજીક પોલીસે અટકાવી પૂછતાછ કરતા તેમાં સવાર ડ્રાઈવર સહિતના ત્રણ લોકોએ કોઈજ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. વાગરા પોલીસે લોખંડની પાઈપના ટુકડા નંગ 44 કિંમત રૂ. 18,000, ટેમ્પો કિંમત રૂ. બે લાખનો મુદ્દામાલ તપાસ માટે કબ્જે લીધો હતો. જ્યારે સોયબ સુલેમાન પટેલ, મોહસીન ઇબ્રાહિમ વાડીવાલા, સરફરાઝ ઇલ્યાસ પટેલ તમામ રહે આછોદ, તાલુકા આમોદ અને અભેસંગ રાયસંગ રાજ રહે મુલેર, તા.વાગરાની શખ્સોની સી.આર.પી.સી. કલમ મુજબ ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.