ભુજમાં સરેઆમ હમીદ અહેમદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં ફાયરિંગ સાથે હુમલો

ભુજ શહેરના મુસ્લિમ અગ્રણી હમીદ અહેમદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં ફાયરિંગ સાથે હુમલો  કરતાં સમગ્ર કચ્છમાં ચકચાર મચી જવા પામી છે. હાલ લોકસભા 2019 ની ચુંટણીને લઈને આચાર સહિતા પર અમલી બની છે, ત્યારે હથિયાર ધારાનો ભંગ અને જાનલેવા હુમલાના કારણે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા આપીને બહાર નીકળેલા હમીદ અહેમન ભટ્ટી ઉપર અચાનક અજાણ્યા ઇસમોએ આવી અને ફાયરિંગ કરી હતી, કચ્છ યુનિવર્સિટીમાં પાર્કિંગ કરેલી હમીદ ભટ્ટીની કારના કાચ તોડી તોડફોડ કરી છે. બ્લેક કલરની ફોરચુનર કાર અંદરથી છરી અને તલવાર મળી આવતા પણ અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે. હમીદ ભટ્ટીને સારવાર અર્થે ભુજની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલો શા માટે કર્યો છે એની હાલ પોલીસ કાર્યવાહી ચલાવી રહી છે. પરંતુ ઉલ્લેખનીય છે કે પહેલા પણ હમીદ ભટ્ટીના ઘર ઉપર ફાયરિંગ થયું હતું. જેના ઇસમઓને પણ પોલીસે ઝડપી લીધા હતા. પરંતુ ફરિવાર આ બીજો હુમલો શા માટે થયો છે એના કારણો હજુ જાણી શકાયા નથી. જાણકાર વર્તુળો દ્રારા માલતિ વિગતો અનુસાર ભુજના ચકચારી મુસ્લિમ પરિણીતા રુકસાના મર્ડર કેસમાં ઇસમોઓને પ્રકાશમાં આવવા માટે હમીદ ભટ્ટીએ મહત્વની ભૂમિકા નિભાવી હોવાનું માનવમાં આવે છે. તેથી શક્ય છે કે આ ઘટનાને લઈને રોષ રાખીને આ હુમલો કરાયો હોય, એચએએલ કઈ પણ કહેવું વહેલું ગણાશે, પોલીસ કાર્યવાહી ચાલુ છે. હમીદ ભટ્ટીના નિવેદન પછી જ સત્ય હકીકત બહાર આવી શકે એમ છે. હાલ ચુંટણીના માહોલમાં આ બનાવએ ભારે ચકચાર મચાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *