કુંભારવાડા પ્લાસ્ટીકના કારખાનામાં ૭પ,000 ની તસ્કરી : ગણતરીની કલાકોમાં શખ્સ પકડાયા

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ પ્લાસ્ટીકના કારખાનામાં ગત રાત્રીના અરસામાં તસ્કરીનો બનાવ બનેલ જેની ફરિયાદ લખાવતા પોલીસે ગણતરીની કલાકોમાં શખ્સોઓને મુદ્દામાલ સાથે પકડી લીધા હતાં. બનાવ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે શહેરના કુંભારવાડા મોક્ષમંદીર પાછળ, વિર મેઘનગરમાં આવેલ શૈલેષભાઈ મહેશભાઈની માલિકીના શૈલેષ ટ્રેડર્સ નામના પ્લાસ્ટીકના કારખાનાને તસકરોએ નિશાન બનાવ્યું હતું. કારખાનાની છતનું પતરૂ તોડીને તસ્કરો અંદર પ્રવેશી ઓફીસમાં રાખેલ રૂ.૧ લાખ રોકડ સહિતની મતાની તસ્કરી કરી ફરાર થયા હતા આ સમગ્ર બનાવમાં સીસીટીવી કેમેરાને તસ્કરોએ ઉંધી દિશામાં ફેરવી નાખ્યા હતાં. આ અંગેની શૈલેષભાઈએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને ફરિયાદ નોંધી શખ્સને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. બોરતળાવ પોલીસ સ્ટેશના પો.ઈન્સ કે.એમ.રાવલ સા. અને પો.સ.ઈ વી.સી.રંગપડીયા તથા ડી.સ્ટાફના માણસો જી.એ.કોઠારીયા, ડી.કે.ચૌહાણ, દિપસંગભાઈ ભંડારી, ભીખુભાઈ બુકેરા, હિરેનભાઈ મહેતા, સેજાદભાઈ સૈયદ, ધર્મદિપસિંહ જાડેજા, નિલમબેન વિરડીયા તથા કુંભારવાડા ચોકી સ્ટાફના એ.એસ.આઈ એમ.જી.ગોહીલ તથા રાજેંદ્રસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ ગોહીલ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર આજરોજ દાખલ થયેલ ઘરફોડ તસ્કરીના અન ડીટેક્ટ ગુનાના શખ્સોઓની તપાસમાં હતા દરમ્યાન ભીખુભાઈ બુકેરા અને હિરેનભાઈ મહેતાનાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, બે શખ્સો કુંભારવાડા ખાર વિસ્તારમાં રોકડા રૂપિયાના ભાગ પાડવા બેઠેલ છે. જે પૈકી એકે લાલ ટી શર્ટ તથા બીજાએ ક્રીમ કલરનું ટીશ ર્ટ પહેરેલ છે. તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ સદર વર્ણનવાળા શખ્સો મળી આવતા જેના નામ ઠામ પુછતા મહેંદ્રભાઈ મનુભાઈ વાઘ ઉવ.૨૧ રહે. કુંભારવાડા મોક્ષ મંદિરની પાછળ, ભાવનગર, મહંમદ શરીફ ઉર્ફે શેખુ ઉર્ફે સરફરાજ રમજાનભાઈ અજમેરી ફકીર ઉવ. ૧૯ રહે. કુંભારવાડા મોક્ષ મંદિરની પાછળ, બેકરીની સામે ભાવનગરવાળો હોવાનું જણાવેલ. જેઓ બંને પાસેથી રોકડા રૂ. ૭૫,૦૦૦ મળી આવતા જે બાબતે મજકુર બંનેને પોલીસની ભાષામાં પુછપરછ કરતા ભાંગી પડેલ અને કબુલાત કરેલ કે, રાત્રિના અરસામાં કુંભારવાડા સ્મશાનવાળા ખાંચામા શૈલેષ ટ્રેડ્રેસ નામના પ્લાસ્ટીકના કારખાનામાંથી ઓફીસનુ શટરનુ તાળુ તોડી અંદરના ખાનામાંથી આ રોકડા રૂ. ૭૫,૦૦૦ ની તસ્કરી કરેલ હોવાનું જણાવતા બંનેની મુદ્દામાલ સાથે પોલીસે અટક કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *