ભુજ : પશ્ચિમ કચ્છ એલસીબીએ મુંદરા તાલુકાના બોરાણા અને મોટી ભુજપુરમાં રેડ પાડી ર૩૪ લીટર તૈયાર દેશી દારૂ ઝડપી પાડી મુંદરા પોલીસના હવાલે કર્યો હતો.પોલીસ સુત્રોની વિગતો અનુસાર એલસીબીની ટીમે મુંદરા તાલુકાના મોટી ભુજપુર ગામે ખાખરાવાસ નજીક જીઈબી સબ સ્ટેશન પાછળ મંગુભા શિવુભા જાડેજાના કબ્જા ભોગવટાની ઓરડીમાં રેડ પાડી તૈયાર દેશી દારૂ ભરેલા કેરબા નંગ પાંચ દારૂ લીટર ૧૦૦ તથા દેશી દારૂ ભરેલા મોટા ફુગ્ગા નંગ ૪૮ લીટર ૧ર૦ એમ કુલ્લ રર૦ લીટર તૈયાર દેશી કિંમત રૂ. ૪,૪૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન ઈસમ નાસી ગયો હતો. બીજી તરફ કપાયા બોરાણા ચાર રસ્તે લાકડાની કેબીન પાછળ દેશી દારૂનું વેંચાણ કરતા આસપન અરજણ ગઢવી રહે ઝરપરાના કબ્જામાંથી દેશી દારૂની કોથળી નંગ પપ લીટર ૧૪ ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન ઈસમ હાજર ન મળતા તેના સામે વિજયભાઈ ધાંધરે મુંદરા પોલીસ સ્ટેશનમાં ફોજદારી નોંધાવી હતી.