અંજારમાં 20,000 ના મુદ્દામાલ સાથે સટ્ટો રમતા બે શંકુ ઝડપાયા

અંજારના દબડા રસ્તા ઉપર આવેલા ઓમનગરના રહેણાકના મકાનમાં પોલીસે રેડ પાડી સટ્ટો રમી રહેલા બે શંકુને રૂ. 20,120 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ બઅંગે અંજાર પોલીસ સ્ટેશનના સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,પીઆઇ બી.આર. પરમારની સૂચના મુજબ બાતમીના આધારે પીએસઆઇ જે.જે. જાડેજાએ દબડા રસ્તા ઉપર આવેલા ઓમનગરના મકાન નંબર-15માં રહેતા મકાન માલિક હરેશ ધરમશી રાજગોર તેમજ જલાભાઇ રતિલાલ ઠક્કરને આઇપીએલ ટુર્નામેન્ટની ચેનઇ સુપરકિંગ અને દિલ્હી કેપીટલ વચ્ચેની ટી-20 મેચમાં સટ્ટો રમી રહ્યા હતા તે દરમીયાન રેડ પાડી રૂ. 10,120 રોકડા, રૂ.7,000 ની કિંમતના પાંચ મોબાઇલ અને રૂ. 3,000 ની કિંમતના ટેબલેટ સહિત કુલ રૂ. 20,120 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. મકાન માલિક હરેશ રાજગોરે જલા ઠક્કરનું ડીપોમીટ લઇ થરાના બુકીના મોબાઇલ સાથે લાઇન જોડી આ સટ્ટો રમાડાઇ રહ્યો હતો. ઝડપાયેલા બંને શંકુઓ વિરૂધ્ધ ગુનો નોંધી અંજાર પોલીસે કાયદેસર તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *