અપહરણના ગુનાના ફરાર શંકુને પકડી લેતી પોલીસ

આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટના માર્ગદર્શન એસ.ઓ.જી.એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. હરેશભાઇ એમ. ઉલવા તથા ચિંતનભાઇ મકવાણાને સંયુક્ત બાતમી હકિકત મળેલ હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનના અપહરણ સહિતના ગુન્હાના કામે નાસતો ફરતો શંકુ તુષારભાઇ પ્રવિણભાઇ છગનભાઇ દેસાઇ હાલ સુરત પુણાગામ ખાતે રહે છે. જે હકિકત આધારે એસ.ઓ.જી.એલ.સી.બી. ટીમ સુરત ખાતે તપાસમાં ગયેલ અને શંકુ તુષારભાઇ પ્રવિણભાઇ છગનભાઇ દેસાઇ જાતે પટેલ ઉ.વ.૨૬ રહેવાસી હાલ સુરત બ્લોક નં. ૭૩, વાળાને પોતાના ઘરે પકડી પાડી ભાવનગર એસ.ઓ.જી. ઓફિસે લાવી શંકુ વિરૂધ્ધ કાયદેસર તપાસ કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટની સુચનાથી પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા, જગદીશભાઇ મારૂ, રાજપાલસિંહ સરવૈયા, પોલીસ કોન્સ. હારીતસિંહ ચૈાહાણ, ચિંતનભાઇ મકવાણા, અરવિંદભાઇ પરમાર જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *