વંગમાં તીનપતી રમતા 6 શખ્સો ઝડપાયા

0
20180712_122228.jpg
નખત્રાણા તાલુકાના વંગ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે નિરોણા પોલીસે દરોડો પાડીને 6 શખ્સોઓને તીનપતીનો જુગાર રમતાં 5,850ની રોકડ સાથે ઝડપી લીધા હતા. વંગ ગામની સીમમાં બાવડોની ઝાડી પાછળ બાતમીના આધારે બુધવારે સાંજન અરસામાં દરોડો પાડ્યો હતો. તીનપતીનો જુગાર રમવામાં મશગુલ વંગ ગામના નારાણ હીરાભાઇ આહિર, સામજીભાઇ ગોપાલભાઇ આહિર, મનજીભાઇ પુંજાભાઇ મહેશ્વરી, વેલજીભાઇ સવાભાઇ આહિર, દાનાભાઇ મમુભાઇ આહિર, રવાભાઇ જેઠાભાઇ આહિર સહિત 6 શખ્સોને 5,850ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. નિરોણા પોલીસે જુગારધારાની કલમ તળે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *