અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં આવેલ કોતરમાંથી વિદેશી શરાબનો મોટો જથ્થો પકડી પાડી મહિલા અને તેઆ બે દિકરાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસનો સ્ટાફ ભડકોદ્રા ગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદ્રા ગામથી પીરામણ ગામ તરફ જવાના જૂના રસ્તાની બાજુ ખજુરીના ઝાડ પાસે ગંદા પાણીના વેલામાં વિદેશી શરાબ સગેવગે કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડતા ભડકોદ્રા ગામના મહિલા બુટલેગર ચંપાબેન અરવિંદભાઈ વસાવા અને તેના બે દીકરા અતુલ વસાવા તેમજ અજય વસાવા ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી શરાબની વિવિધ બોટલો નંગ-૫૧૧ મળી કુલ ૫૨,000 થી વધુનો મુદ્દામાલ પકડી પાડી ફરાર ત્રણેય બુટલેગરો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.