વાંકાનેર: લોકસભાની ચૂંટણી નજીક આવતા પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન કરી દેવાયું છે ત્યારે વાંકાનેર પાસે બાઉન્ડ્રી નજીક આવેલ ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે બે ઇસમોને તાલુકા પોલીસે પકડી લીધા હતા. મળતી વિગતો મુજબ તાલુકા પીઆસાઈ એસ.એ.ગોહિલની સૂચનાથી પીએસાઈ બી.ડી.પરમાર તથા સ્ટાફ બાઉન્ડ્રી પાસે આવેલ ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમાં હોય તે દરમિયાન એક મોટરસાઈકલ નંબર જીજે ૩ એચ ક્યુ ૧૯૪૧ ની તલાશી લેતા મેકડોલ્સ નં ૧ બ્રાન્ડની વિદેશી દારૂની પાંચ બોટલ સાથે અરુણભાઈ ચાવડા તથા હિતેશભાઈ વાઘેલા નામના બે ઈસમને ૩૬૭૫૦ મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની તપાસ કરેલ.