મોરબી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાંથી પોલીસનું બાઈક તસ્કરી


મોરબીના શનાળા રસ્તા પરના ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસી કિશોરભાઈ ગોવિંદભાઈ સનાવડા (ઉ.વ.૪૫) વાળાએ પોલીસમાં ફરિયાદ લખાવી છે કે ગત તા. ૨૪ ના રોજ તે પોતાનું મોટરસાયકલ નંબર  જીજે ૦૩ એપી ૫૧૪૩ લઈને બહાર ગામ જવાનું હોય જેથી ઘરેથી નીકળીને બાઈક મોરબી સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરેલ હતું જે મોટરસાયકલ કિંમત રૂ. ૧૦,000 વાળું કોઈ અજાણ્યા શખ્સ તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ લખાવી છે બાઈક તસ્કરીની ફરિયાદ કરનાર કિશોરભાઈ સનાવડા પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે રાજકોટ જેલમાં ફરજ બજાવે છે અને મોરબીમાં વાહન તસ્કરી કરતી ગેંગે પોલીસના બાઈકને પણ છોડ્યું નથી જેથી કાયદાની સ્થિતિ સમજી સકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *