Skip to content
ગાંધીધામ : તાલુકાના કંડલામાં આવેલા જીરો પોઈન્ટ સર્કલ નજીક હીટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે દમ તોડી દીધો હતો. પોલીસ સુત્રોની વિગતો અનુસાર જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ સાંજના અરસામાં બનવા પામ્યો હતો. મુંદરાના બારોઈ રોડ જી.જી. નગરમાં રહેતા નરેન્દ્ર રાધેશ્યામ તિવારી પોતાની મોટર નંબર જી.જે. બી.એમ. ૬પ૦૪થી જતો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ રસ્તા પર ફંગોળી દઈ ગંભીર પ્રકારની ઈજાઓ થતાં મૃત્યુ નિપજાવી નાસી છૂટતા કંડલા મરીન પોલીસે હતભાગીના ભાઈ ઉદયરાજ રાધેશ્યામ તિવારીની ફરિયાદ પરથી અજાણ્યા વાહનચાલક સામે ફેટલ એક્સિડેન્ટનો ગુનો નોંધી પીએસઆઈ કે.એફ દેવમોરારીએ કાર્યવાહી હાથ ધરી હતી.