Skip to content
જેતપુર સીટી માંથી IPL ક્રિકેટ નો સટ્ટો રમાડતા ૪ શખ્સોને રૂ. ૯૬,૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ પોલીસ અઘિક્ષક શ્રી બલરામ મીણા સાહેબએ IPL ક્રિકેટનો સટ્ટો રમાડતા શખ્સો પર કેસો કરવા સૂચના કરતા એલ.સી.બી.ના પો.ઈન્સ. શ્રી એમ.એન.રાણા તથા પો.સબ.ઈન્સ. શ્રી એચ.એ.જાડેજા તથા HC અનીલભાઈ ગજરાતી PC ભીખુભાઈ ગોહેલ, PC દિવ્યેશભાઈ સુવાને હકિકત મળેલ કે જેતપુર ભોજઘાર સોહીલ કોટન કારખાનામાં સેસન્સ ક્રિકેટનો સટ્ટો Cricket maja aap દ્રારા રમાડતા હોય જેથી દરોડો કરતા, તૈાફીક યુસુફભાઈ વડગામા ઘાંચી રહે.જેતપુર, ઈકબાલ હાજીભાઈ રાઠોડ પીંજારા રહે.જેતપુર, જુનેદ જુસબભાઈ ડબગર ઘાંચી રહે.જેતપુર, કાસમ ગફારભાઈ છાંટબાર ખત્રી રહે.જેતપુર, અમરીશ જયસ્વાલ કલાલ રહે.જેતપુર, વીરાજભાઈવાળા કાઠી દરબાર રહે.વડીયા જી.અમરેલીવાળા ને ૪ શખ્સોને રોકડા રૂ. ૩૦,૨૦૦ તથા મોબાઈલ ફોન-૫ કિંમત રૂ.૧૬,૦૦૦ તથા મોટર સાયકલ ૨ ની કિંમત રૂ. ૫૦,૦૦૦ મળી કુલ મુદામાલ રૂ. ૯૬,૨૦૦ સાથે ઝડપી પાડી 2 શખ્સોની ધરપકડ કરવા બાકી કાયદેસરની તપાસ કરેલ.