કાલોલ પોલીસ દ્વારા કારમાં મોડેસ ઓપરેન્ડીથી લઈ જવાતો વિદેશી શરાબ ઝડપાયો

કાલોલ પોલીસ સ્ટેશનના પી એસ આઈ એમ એલ ડામોરને મળેલ બાતમી આધારે પોલીસ ટીમ સાથે આજે મલાવ ચોકડી નજીક પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે ગેંગડીયા ચોકડી તરફ થી આવતી મારૂતિ ફ્રંટી ઝેન નંબર જીજે ૦૧ એચ. ઈ ૬૬૯૫ ને રોકી તલાશી કરતા કારના ગેસ સિલિન્ડરમાંથી શરાબ બિયરના ટીન મળી આવ્યા હતા તથા ડ્રાઇવર અને તેની બાજુની સીટને વ્યવસ્થિત રીતે કાપી અંદર શરાબની બોટલો ભરેલી મળી આવી હતી. પોલીસ પણ આ અપરાધીઓની મોડસ ઓપરેન્ડી જોઈ આશ્ચર્યમાં પડી ગઈ હતી. પોલીસે ૩૫૬ કવાટરીયા જુદી જુદી કંપનીઓ ભારતીય બનાવટનો વિદેશી શરાબ રૂ. ૩૦,૨૮૦ તથા બિયરના ટીન નંગ ૨૪ કિંમત રૂ. ૨૪૦૦ તથા મારૂતિ ઝેન કારની કિંમત રૂ. ૮૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૧૨,૬૮૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઇસમોઓ ભરતભાઈ નગીનભાઈ પરમાર રેહ. લાલજીપુરા જી. વડોદરા તથા કાળુભાઈ બચુભાઈ મંડોડ રે.ગુલબાર. ગરબાડા જી. દાહોદને પકડી પાડયા છે તથા શરાબ સપ્લાય કરનાર પ્રમોદ ઉર્ફ પરમત સુરાભાઈ આમલીયારા. રે. દેલતી . જી. જાંબુઆ મધ્ય પ્રદેશને વોન્ટેડ જાહેર કરી કાયદેસર તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *