ડીલક્ષ ચોક નજીકથી રીક્ષામાં દેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

રાજકોટ : લોકસભાની ચૂંટણી અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.જે. ફર્નાડીસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એફ. ડામોર, એ.એસ.આઇ. સુધાબેન પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, હેડ કોન્સ. મનોજભાઇ મકવાણા, કિરણભાઇ, હંસરાજભાઇ, કેતનભાઇ, હરપાલસિંહ અને એભલભાઇ સહિત પેટ્રોલિંગમાં હતા. ત્યારે મહેશભાઇ તથા કિરણભાઇને મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ, ડીલકક્ષ ચોક નજીકથી જીજે ૩એએકસ ૮૮૯૨ નંબરની રીક્ષામાંથી રૂ. ૫૦ ના દેશી દારૂ સાથે સુનીલ અનીલકુમાર ખાણીયા (ઉ.વ.૨૦) (રહે. ચુનારાવાડ, ડાભી હોટલવાળી શેરી નં.૯) અને રવી અમરશી સોલંકી (ઉ.વ.૨૫) (રહે. કુબલીયાપરા શેરી નં.૫) ને ઝડપી પાડી રીક્ષા જપ્ત કરી તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *