સામખિયાળી અને કુંભારડીમાં શરાબનો જથ્થો ઝડપાયો
ભચાઉ તાલુકાના સામખિયાળીમાં રહેણાક મકાનમાંથી પોલીસે 50 હજારના કિંમતના શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. ભચાઉ તાલુકાના કુંભારડી પાસેથી કારમાંથી શરાબ ઝડપાયો હતો.મળતી માહિતી મુજબ પૂર્વ બાતમીના આધારે પૂર્વ કચ્છ એલ.સી.બી. દ્વારા સવારના અરસામાં પ્લોટ વિસ્તારમાં તપાસ આદરી હતી. તે દરમિયાન આરોપીના મકાનમાંથી અંગ્રેજી પ્રકારના શરાબની 156 બોટલ જપ્ત કરાઈ હતી. જપ્ત કરાયેલા જથ્થાની કિંમત રૂા. 54,600 આંકવામાં આવી છે. . પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ કુંભારડી નર્મદા કેનાલ પાસે મળતી માહિતી મુજબ પોલીસે ગત મોડી રાતના આરસમાં કાર્યવાહી કરી હતી. કેનાલના પુલ પાસે કારમાંથી શરાબની 161 બોટલ કબજે કરી હતી. શરાબની કિંમત રૂા. 28,000 આંકવામાં આવી છે.આરોપી પોલીસની પકડ થી બહાર આરોપીની ધરપકડ કરવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી .