દેવગઢ બારિયા તાલુકાના ભડભા ગામેથી પસાર થતી ઉજ્જવળ નદીના પટમાંથી ૯૪,૬૦૦ની કિંમતનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે એક મોટરસાયકલ તથા ઇકો કાર સાથે પકડી પાડયો હોવાનો બનાવ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશને નોંધાયો છે. દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પોલીસ માણસો કામગીરીમાં હતા તે દરમિયાન દેવગઢ બારીયાના સિનીયર પોસઇ એન.જે. પંચાલનાઓને બાતમી મળી હતી કે ભડભા ગામની પાનમ નદીના પટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવીને પેટીઓનું વેચાણ થઇ રહ્યું છે.તેવી બાતમી મળતાં બાતમીવાળી જગ્યાએ પહોંચતા પોલીસને સ્થળ પરથી અપાચી મોટરસાયકલ તથા મારૃતી કાર દારૂ ભરેલી મુકી ચાલક તથા બીજા શંકુઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે દારૂની તપાસ કરતાં ઇંગ્લીશ દારૂની પેટી નંગ ૧૭ કિંમત રૂ. ૯૪,૬૦૦ તથા બંને વાહનોની કિંમત રૂ. અઢી લાખની કુલ રૂ. ૩,૪૪,૬૦૦નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.