આદિપુરમાં એ ટુ ઝેડ લોજિસ્ટિક પ્રા.લિ.ની ડિસ્પેચની ઓફિસમાંથી રૂ.૯.૫૪ લાખના 13  આઈફોન  ઓની ચોરી

copy image

copy image

આદિપુરમાં એમેઝોન કંપનીમાંથી ગ્રાહકના ઓર્ડર અનુસારના પાર્સલની ડિલિવરીનું કામ કરતી એ ટુ ઝેડ લોજિસ્ટિક પ્રા.લિ.ની ડિસ્પેચની ઓફિસમાંથી રૂ.૯,૫૪,૦૧૫ની કિંમતનાં એપલ કંપનીના ૧૩ આઈ ફોનનું પાર્સલ ઓફિસમાં કામ કરતા કોઈ કર્મચારી ચોરી કરી ગયાની ફરિયાદ આદિપુર પોલીસમાં નોંધાવવામાં આવી હતી.સૂત્રો દ્વારા મળતી  માહિતી મુજબ ગાંધીધામમાં રહેતા અને મૂળ મુંબઈના યુવાને આદિપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એમેઝોન ઓનલાઈન શોપિંગ એપમાંથી ખરીદી કરેલ પાર્સલ જે ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ કમિશન પર કરે છે. એમેઝોન કંપની દ્વારા ત્રણ પાર્સલ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક પાર્સલનો ઓર્ડર રદ થવાના કારણે તે પાર્સલ પરત મોકલવા માટે ઓફિસમાં રાખવામાં આવ્યું હતું. ત્યારપછી ગત તા.૪/૫/૨૪ના રોજ શખ્સના ઓર્ડર મુજબ કંપનીમાંથી પાર્સલ આવેલ હતું. તે પણ ઓફિસમાં રાખવામાં આવ્યું હતું. આમ, એમેઝોન કપનીમાંથી ગ્રાહકે અલગ અલગ તારીખે ઓર્ડર મુજબના પાર્સલોમાં કુલ ૧૩ એપલ કંપનીના અલગ અલગ મોડલના આઇફોન કંપનીને પરત કરવાના હોવાથી બધા પાર્સલને ઓફિસમાં મુકવામાં આવ્યા હતા. પાર્સલો ગત તા. ૨૪ એપ્રિલથી ૫ મે સુધીના સમયમાં કોઈ કર્મચારી ઓફિસમાંથી રૂ.૯.૫૪,૦૧૫ની કિંમતના આઈફોન ચોરી ગયાની ફરિયાદ નોંધાવતાં આદિપુર પોલીસની ટીમ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા સીસીટીવી કેમેરાના ફુટેજો, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના દ્વારા  આગળની કાર્યવાહી હાથ ધરી હતી