સામખિયાળીના જુના બસ સ્ટેશનના પાર્કીંગમાં ગંજીપાના વડે ગેરકાયદેસર જુગાર રમી રહેલા ઇસમોઓને પોલીસે રૂ. 27,300 રોકડ રકમ સાથે ત્રણ ઇસમોઓને ઝડપી પાડી તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર તપાસ કરી હતી.બપોરના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સામખિયાળી ગામના જુના બસ સ્ટેશનના પાર્કિંગમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સામખિયાળીમાં રહેતા દિનેશ બાબુભાઇ કોલી,શંભુ કેસરભાઇ મણકા અને શિકારપુરના હાજી આમદ ત્રાયાને રૂ. 27,300 રોકડ રકમ તથા રૂ. 1500 ની કિંમતના પાંચ મોબાઇલ સહિત કુલ રૂ. 28,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસર તજવીજ કરી હતી.