અંજારના નવાગામ પાસે પુર્વકચ્છ એલસીબીએ બાતમી મુજબ વોચ ગોઠવી એક કારમાંથી ખીરસરાથી નવા ગામ લઇ જવાતો રૂ. 77,000 ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ શખ્સ પોલીસને જોઇ કાર મુકી નાસી છૂટયો હતો. એલસીબીએ કાર સહિત રૂ. 3,77,000 નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી અંજાર પોલીસને સોંપી છે. પીઆઇ ડી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખીરસરા ગામમાં રહેતો શામજી વેલા આહીર પોતાની માલીકીની જીજે 12 એકે 2936 નંબરની ફીગો કારમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો ભરી અંજારના નવાગામ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમી મુજબની જગ્યા ઉપર ગોઠવેલી વોચ દરમીયાન પોલીસને જોઇ કાર ચાલક કાર મુકી નાસી છૂટયો હતો. કારમાં તલાશી કરતાં કારમાંથી રૂ. 77,000 ની કિંમતની ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 154 બોટલ મળી આવી હતી. કાર સહિત કુલ રૂ. 3,77,000 નો મુદ્દમાલ જપ્ત કરી ખીરસરાના શામજી વેલા આહીર અને એક અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી દુધઇ પોલીસને સોંપી છે.