પાદરાના ટોચીયાપુરામાં જાહેરમાં આંકડા લખી પૈસા વડે જુગાર રમી રમાડતાં ઈસમની પાદરા પોલીસે ૪૨૩૦ના મુદ્દામાલ સાથે અટક કરી. જુગારધારા કલમ મુજબ કાયદેસરની તપાસ કરી હતી. પાદરા તેમજ આસપાસના ગામોમાં આકડાં લખી જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.પાદરાના ટોચીયાપુરામાં રોજ ટોચીયાપુરા ગામે રહેતો યુસુફ ઇસ્માઇલ મલેકનાઓ જાહેરમાં આંકડા લખી પૈસા વડે જુગાર રમી રમાડતો હોય તેવી ચોક્કસ બાતમી કે.જે. ઝાલા પીએસઆઇને મળી હતી. તે બાતમીના આધારે ટોચીયાપુરા ગામે વોચ ગોઠવી કોર્ડન કરી દરોડો પાડતા ટોચીયાપુરાનો યુસુફ ઇસ્માઇલ મલેકની અટક કરી કાયદેસરની તપાસ કરી હતી.