ગાંધીધામમાં બગડી ગયેલી ટ્રકની ચોરી કરી ભંગાર કરી નખાઈ
ગાંધીધામના ટ્રાન્સપોર્ટ કંપનીની બગડી ગયેલી ટ્રક મુંદરાના શખ્સે ચોરી કરીને ભંગાર કરી નાખી હોવાનો બનાવ પોલીસ મથકે નોધાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બનાવ ગત તા. 11 મેના અરસામાં ગળપાદર હાઈવે ઉપર બન્યો હતો. ટ્રાન્સપોર્ટની કંપની ટ્રક રીપેરીંગમાં લઈ જતા હતા ત્યારે ટ્રક રસ્તામાં ફસાઈ ગઈ હતી. આ દરમ્યાન આરોપી એ ક્રેન સર્વિસ દ્વારા ગાંધીધામથી મુંદરા લઈ ગયા હતા અને આ ગાડીમાં સમારકામ ઘણું હોવાનું કહી ટ્રકને ગેરેજમાં ભંગારમાં ફેરવી નખાવી હતી. આ મામલે ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી