મેઘપરમાં બાળકીની છેડતી કરી માતા ઉપર હુમલો કર્યો
અંજાર ના મેઘપર કુંભારડીમાં બાળકીની છેડતી કર્યા બાદ શખ્સે માતા ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી . સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાળકીની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ 10 દિવસ પુર્વે ફરિયાદીની 9 વર્ષની પુત્રીની છેડતી કરી હતી. ગત સાંજના આરસમાં શખ્સ ફરિયાદીના ઘરે આવ્યો હતો ત્યારે માતાએ આરોપીને ઘરમાં આવવાની ના પાડી હતી. આરોપી ઉશ્કેરાઇ બાળકીની માતા ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના હાથ ધરી હતી.