અંજારમાં આવકાર ગેસ્ટ હાઉસ સામે પાર્ક કરાયેલું રૂ. 45,000 ની કિંમતનું બાઇક તા.16 માર્ચના બપોર થી સાંજના અરસા દરમીયાન ચોરાયુ઼ હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. આ અંગે પીએસઓ અશોકસિંહ સોલંકીએ અંજારના ચંપકનગરના મકાન નંબર-4માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા 45 વર્ષીય નિલેશ રાઘવજીભાઇ ગાલાની ફરિયાદને ટાંકી વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં આવેલા આવકાર ગેસ્ટ હાઉસ સામે હનુમાન મંદિર નજીક પાર્ક કરેલી તેમની 45,000 ની કિંમતની જીજે 12 સીએચ 9883 નંબરની મોટર સાઈકલને કોઈ ચોર તસ્કરી કરી ગયો હતો. આ બાઇકની તસ્કરી ગત તા. 16 માર્ચના બપોર થી સાંજના અરસા દરમિયાન થઇ હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. અંજાર પોલીસે બાઈક માલિકની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં હેડ કોન્સટેબલ ગોપાલભાઈએ કાર્યવાહી હાથ ધરી છે.