ભુજ કચ્છ :પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાની સુચના અને માર્ગદર્શનથી એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ શરાબનુ વેંચાણ કરતો લીસ્ટેડ બુટલેગર્સ દુજુભા સાંગાજી જાડેજા, ઉ.વ.૫૨, રહે.ચાવડકા, તા.નખત્રાણા વાળા વિરૂધ્ધમાં પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ શરાબનુ વેંચાણ કરવા અંગેના અનેક ગુનાઓ દાખલ થયેલ હોય જેથી તેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર કચ્છ-ભુજ નાઓને મોકલાવમાં આવતા કલેક્ટર તરફથી સામાવાળા વિરૂધ્ધની પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી સામાવાળાને પાસા હેઠળ ધરપકડ કરવાનો વોરંટ ઇશ્યુ કરેલ હોય,જે અન્વયે આજ રોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફ દ્વારા ઉપરોક્ત સામાવાળાને પાસા વોરંટ હેઠળ ધરપકડ કરેલ છે, તેમજ વડોદરા ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.