મોરબીના ઉમા ટાઉનશીપમાં ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ ઇસમો ઝડપાયા

0
20180719_143955.jpg
આઈપીએલ મોસમની સાથે ક્રિકેટ સટ્ટોની મોસમ પણ જોર પકડી રહી છે ત્યારે ઉમા ટાઉનશીપમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ ઇસમોને એલસીબી ટીમે પકડી પાડીને મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ઉમા ટાઉનશીપના રહેણાંક મકાનમાં રેડ પાડી હતી.  જેમાં ઈસમ ચિરાગ વિઠ્ઠલ પટેલના ઘરે કરેલા રેડમાં ઈસમ ચિરાગ વિઠ્ઠલ પટેલ, મિત વીનું પટેલ અને નીલેશ ગોરધન પટેલ એમ ત્રણને ટીવીમાં આઈપીએલ મેચ જોઇને ક્રિકેટ સટ્ટો રમતા પકડી પાડીને ઈસમ પાસેથી રોકડા ૧૫,૧૦૦, ત્રણ મોબાઈલ કિંમત  ૩,૦૦૦, એલસીડી ટીવી અને સેટ ટોપ બોક્સ સહીત કુલ ૨૯,૧૦૦ નો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *