અંકલેશ્વર શહેર પોલીસની હદમાં આવેલ અંદાડા ગામે એક શખ્સના ઘરમાં દરોડો પાડી ગેરકાયદેસર વેચાણ માટે રખાયેલ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. ગત રાત્રિના અરસામાં શહેર પોલીસને મળેલી બાતમીના આધારે અંદાડા ગામના લીમડી ફળિયામાં રહેતો ઉપેન્દ્ર વસાવા ઉંમર વર્ષ ૪૦ના ઘરમાંથી ગાંજાનો ૭૫૬ ગ્રામ જેટલો મુદ્દામાલ સાથે પોલીસે ઉપેન્દ્ર વસાવાની અટક કરી હતી જ્યારે આ મુદ્દામાલની કિંમત ૫૨૦૦ રૂપિયા જેટલી છે. પોલીસે ગુનો દાખલ કરી ઉપેન્દ્ર વસાવા વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.