અંકલેશ્વર : પાંચ લાખથી વધુની ઘરફોડ તસ્કરીના વોન્ટેડ ચીખલીગર ગેંગના શંકુને પકડી પાડતી ભરૂચ એલસીબી

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકે મિલ્કત સંબંધી ઝુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ જે અનુસંધાને ભરૂચ એલસીબી ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર તસ્કરીના ગુનાના કામનો ચીખલીગર ગેંગનો વોન્ટેડ ઈસમ લાખનસિંગ લાલસિંગ બાવરી(સરદાર)નો ભરૂચ શહેરમાં રહેવા આવેલ છે. જેથી બાતમી આધારે મીલન નગર મકાન નં.૪૬ રાહાડપોર તા.જી.ભરૂચ ખાતેથી ઝડપી પાડી પોલીસ દ્વારા આ ગુનાના કામે ઉડાણપુર્વક પુછપરછ કરી ગુનાની કબુલાત કરતા તેની કાયદેસર તપાસ કરી અટક કરી આગળની વધુ તપાસ માટે ભરૂચ શહેર “એ” ડીવી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. પોલીસે આ ઇસમો પઆસેથી ચાંદીના જાંજર જોડ-૨ ની કિંમત  રૂ. આશરે ૫,૦૦૦ ગણી તથા રોકડા રૂ. ૫૪,૦૦૦ મળી કુલ્લે મુદામાલ કિંમત રૂ. ૫૯,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પુછપરછમાં આ ઈસમ સોસાયટીઓમાં બંધ મકાનની રેકી કરી રાત્રીના અરસામાં દરમિયાન પોતાના ઇસમો સાથે ફ્રોરવ્હીલ કારમાં આવી મકાનના દરવાજાના નકુચાને વાંદરીપાના વડે તોડી તસ્કરી કરવાની ટેવ ધરાવતો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે પકડેલ આ ઈસમ લાખનસિંગ લાલસિંગ ઠાકુરસિંગ બાવરી(સરદાર) હાલ રહેવાસી. મીલનનગર મકાન નં.૪૬ રાહાડપોર તા.જી.ભરૂચ તથા કસક ગુલબીનો ટેકરો નવજીવન સ્કુલ પાછળ તા.જી.ભરૂચ મુળ રહેવાસી. રામાપીરનો ટેકરો રમતુજીની ચાલી રબારી વસાહત નવા વાડજ અમદાવાદ શહેરનો હોવાની હકીકટ બહાર આવી હતી.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *