વરસામેડી સીમમાં ખનિજનું ઉત્ખનન કરતાં શખ્સોને રોકવા જતાં ખાણ ખનિજ વિભાગની ટીમ ઊપર પથ્થરો વડે  હુમલો : ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાઈ

copy image

copy image

અજારનાં વરસામેડી, વીડી તથા  ગાંધીધામના મીઠી રોહર, શિણાય વગેરે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખનિજોનું ઉત્ખનન થઇ  રહ્યું હોવાની ફરિયાદો ઊઠી હતી .તેવામાં ગત તા. 6-5ના અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં ગેરકાયદેસર  રીતે માટીનું ઉત્ખનન  કરતા  તત્ત્વોને રોકવા જતાં ખાણ ખનિજ વિભાગની ટીમ ઊપર છુટ્ટા  પથ્થરો વડે હુમલો કરી  કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં  ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ  મથકે ફરિયાદ નોંધાઇ હતી. ખાણ ખનિજ વિભાગની મદદનીશ નિયામક ફલાઇંગ  સ્કવોડની ટીમ   રાતના  આરસામાં  તપાસમાં  નીકળી હતી. આ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એવા ફરિયાદી  અને તેમની ટીમ વરસામેડીની  સીમમાં  આવતાં  બે એક્સવેટર મશીન ખનન કરતાં હોવાનું જણાવ્યુ હતું . આ ટીમ મશીનો બાજુ જઇ  રહી હતી તેવામાં  કારના ચાલકે વચ્ચો વચ્ચ પોતાનું વાહન ઊભું રાખી દીધું હતું  અને સરકારી ગાડીનો રસ્તો રોકી દેતાં ફરિયાદી  નીચે ઊતરીને ગાડી હટાવવાનું  કહેવા જતાં બે શખ્સો નીચે ઊતર્યા હતા અને ખનન ચાલતું હતું  તે બાજુ ચાલ્યા ગયા હતા.  તપાસ ટીમ પાછળ-પાછળ જતાં બે મશીન દ્વારા ખનન કરાતું હતું.  આ મશીન વરસામેડીના    શખ્સનાં નાં હતાં થોડીવારમાં તે શખ્સ  થાર ગાડી લઇને ત્યાં આવ્યો હતો તથા કિયા સેલ્ટોસ   અગાઉથી ઊભી હતી. આ ત્રણેય વાહનોમાંથી  છથી સાત શખ્સ આવ્યા હતા અને તપાસ ટીમને તમારા  બાપની જમીન નથી, અહીંથી જતા રહો, જો નહીં જાઓ તો  હાડકાં ભાંગી જાનથી મારી  નાખવાની ધમકી  આપી હતી અને ખનન કરતાં મશીનોને ભગાડી મૂકયાં હતાં.  બાદમાં છુટ્ટા પથ્થરો ઘા કરતાં તપાસ ટીમ ત્યાંથી પરત ફરી હતી. આ ટીમે બાદમાં પોલીસ અને  ભૂસ્તરશાત્રીની કચેરી અંજારની ટીમને બનાવ સ્થળે બોલાવી હતી. ટીમ સાથે મશીન જે બાજુ ગયાં હતાં તેના ચીલા પરથી મશીનો શોધી કાઢી હસ્તગત કરાયાં હતાં અને જે જગ્યાએ  ખનન કરાયું હતું તેની તપાસ કરાઇ હતી. અહીંથી રૂા. 22,64,811ની  સાદી  માટી   અને સોફટ  મોરમ માટીનું  ખોદકામ કરવામાં  આવ્યું હતું.  આ પ્રકરણમાં ચાર શખ્સો  વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. સરકારી કર્મીઓ પર છૂટ્ટા પથ્થરો વડે હુમલો  કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અને લાખોના ખનિજનું ઉત્ખનન કરવાના આ  પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી