કનૈયાબે પાસે ટ્રકના હડફેટે આવતા આધેડનું મોત
copy image

ભુજ તાલુકાના કનૈયાબે ગામ નજીક માર્ગ ઓળંગતી વખતે પૂરપાટ જતી ટ્રક હડફેટે શખ્સ નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર દુધઈ તરફથી આવતા ટ્રક ચાલકે પૂરપાટ વાહન ચલાવી કનૈયાબે ગામના બસ સ્ટેશન પાસેથી માર્ગ ઓળંગતા શખ્સને ટક્કર મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર ર્ક્યા હતા. બનાવ બાદ ટ્રક ચાલક વાહન મૂકીને નાસી ગયો હતો. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી ટ્રક ચાલકને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.